સમગ્ર યુરોપમાં ગરમીનાં પ્રમાણમાં વધારો, પેરિસમાં 150 વર્ષનો ગરમીએ રેકોર્ડ તોડ્યો..

ક્લાઈમેન્ટ ચેન્જની અસરને કારણે અત્યારે પેરિસમાં ગરમીએ ૧પ૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે તેની સાથે સમગ્ર યુરોપમાં તાપમાન સતત વધી રહ્યું છે. ફ્રાન્સમાં પ્લાન્ટને ઠંડો રાખવા માટે વપરાતા નદીનું પાણી ગરમ થતા ન્યુક્લિયર આઉટપુટ બંધ કરવામાં આવ્યું છે.

બીજી બાજુ ઈલેક્ટ્રિસિટીના ભાવમાં તીવ્ર વૃદ્ધિ થઈ રહી છે. પોર્ટુગલ અને સ્પેનમાં પણ તપમાન વધી ગયું છે તો જર્મનીની રાઈન નદીના જળસ્થળમાં ઘટાડો થયો છે. ફ્રાન્સમાં સિચાઈને લઈને વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જને કારણે દુકાળ જેવી સ્થિતિ પેદા થઈ રહી છે તો પાક ઉપર માઠી અસર જોવા મળી રહી છે.

પૂર્વ જર્મન રાજ્ય મેક્લેનબર્ગ – પશ્રિમ પોમેરાનિયા, ક્રિસ્ટા – મારિયા વેન્ડિગમાં એકદમ દુર્લભ દુકાળ સામાન્ય બની ગયું છે. ત્યાના તળાવો ખાલી અને ઘાસના મેદાનો સુકાઈ ગયા છે. અત્યારે ફ્રાન્સમાં ઈલેક્ટ્રિસિટીના ભાવ પાંચ મહિનાને ટોચે પહોંચી ગયા છે. તપમાને પહેલા બધા રેકોર્ડ તોડી લીધા છે. પેરિસમાં ૪ર સેલ્સિયસ તાપમાન નોંધાઈ રહ્યું છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી