‘મન કી બાત’ના પગલે રેડિયોની લોકપ્રિયતામાં વધારો

સમગ્ર વિશ્વ આજે રેડિયો દિવસ ઉજવી રહ્યું છે…

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે મોબાઇલ કોમ્યુટર ટીવી અને ઇન્ટરનેટના યુગમાં રેડિયો દિવસની ઉજવણી થઇ રહી છે. 10 વર્ષ પહેલા 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવા નક્કી થયું હતું. ત્યારથી આ દિવસે રેડિયો દિન ઉજવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમવાર વડાપ્રધાન બન્યા બાદ મહિનાના છેલ્લા રવિવારે રેડિયો દ્વારા મન કી બાતનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેના પગલે આજે પણ ગુજરાત અને દેશના દૂર દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સરકારી આકાશવાણી રેડિયો સ્ટેશન દ્વારા મન કી બાતનો કાર્યક્રમ સાંભળવામાં આવે છે. જો કે ટીવી મીડિયા પર રેડિયોનું આ કાર્યક્રમ ટીવી પર દર્શાવે છે. જેમાં વડાપ્રધાનનો ઓડિયો અને ટીવી દ્વારા વિઝ્યુઅલ બતાવવામાં આવે છે.

1896માં સૌપ્રથમવાર રેડિયો ટ્રાન્સમિશનની શરૂઆત થઇ હતી. તરંગો દ્વારા અવાજ મોકલવાની ટેક્નોલોજી એટલે રેડિયો.. જુની પેઢીના લોકોને હજૂ પણ યાદ હશે કે 40-45 વર્ષ પહેલા વાલ્વ વાળા રેડિયો આવતા હતા. ત્યારબાદ ટ્રાન્જીસ્ટરની શોધ થઇ અને ક્રિક્રટની કોમેન્ટ્રીના કારણે તેની લોકપ્રિયતા વધી હતી.

પરંતુ, ટેક્નોલોજીમાં નવા નવા સંધોલમનો થતા ગયા રેડિયોનું સ્થાના ઇડિએટ બોક્સ ટીવીએ લઇ લીધું, અને સ્માર્ટ મોબાઇલ ફોનમાં એફએમ રેડિયોની સુવિઘા અપાતા ધીમે ધીમે પારંપપારિક રેડિયો ઓછા થતાં ગયા. અલબત્ત, વડાપ્રધાને શરૂ કરેલા મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા રેડિયોની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.

 25 ,  1