શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ ફ્રુટનાં ભાવમાં વધારો

પવિત્ર શ્રાવણ માસની આવવાની તૈયારી છે.ત્યારે સામાન્ય રીતે તહેવારોના કારણે ફ્રુટનો વપરાશ પણ વધારે થાય,અને તેના કારણે ફ્રુટની માંગ વધી છે.અને માગમાં વધારાના કારણે ફ્રુટના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે.

એક તરફ પવિત્ર શ્રાવણ માસ આવતી કાલ ગુરુવારથી શરૂ થવાનો છે.જેથી ફ્રુટની માંગ વધી છે ત્યારે વરસાદના કારણે બજારમાં ફ્રુટની આવક ઘટી ગઇ છે અને બીજીતરફ ઉપવાસના કારણે માંગ વધી છે. જે રીતે ફ્રુટના ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે શ્રાવણ માસના ઉપવાસ કરવા મોઘા પડશે. અને શાકભાજી બાદ હવે ફ્રુટના ભાવ વધતાં લોકોને હાલાકિનો સામનો કરવો પડિ રહ્યો છે.

આ વખતે શ્રાવણ માસમાં સફરજનના કિલોના 200-240ના ભાવ છે. જ્યારો કેળા જે 30-35 ડઝનના ભાવે વેચાતાં હતાં તે 40-45ના ભાવે વેચાઇ રહ્યાં છે. ચિકુના કિલોના 100 રૂપિયા, રાસબરી ૨૦૦માં વેચાઇ રહી છે.

નાસપતિના કિલોના 160 અને લીલી ખારેકનો કિલોનો 100 ભાવે વેચાઇ રહી છે. આ ભાવ વધારાના કારણે સામાન્ય લોકોને ફ્રુટની ખરીદીમાં તકલીફ પડી રહી છે. દરેક ફ્રુટ પર અદાજે 20 થી 50 રૂપિયાનો ભાવ વધારો જોવા મળે છે. જેના કારણ લોકોનું માનવું છે કે, શ્રાવણ મહિના પહેલા જ ફ્રુટનો ભાવ વધી ગયો છે જેના કારણે આ વખતે ઉપવાસમાં ફ્રુટ ખાવું મોઘું પડશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી