September 26, 2022
September 26, 2022

બનાસકાંઠામાં તીડ અટેક, ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો

બનાસકાંઠા જિલ્લામાં તીડ આવતા જ ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો તીડ કંટ્રોલમાં રહે તે માટે કામ કરી રહી છે. અત્યારે ખેતીના પાકો કે અન્ય કોઈ નુકશાન થાય તેવી શકયતા નથી.

રાજસ્થાન માં તીડ નું આક્રમણ વધતા તેની અસર હવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પણ જોવા મળે છે. વાવ અને સુઈગામના 6 ગામોની સીમમાં તીડ દેખાઈ હતી. જો કે તેને તુરંત નિયંત્રિત કરી દેવાયા છે. તીડના કારણે નુકશાન થાય તેવી કોઈ જ શકયતા અત્યારે નથી. તેમ છતાં કેન્દ્ર અને રાજ્યની ટીમ સમગ્ર વિસ્તારમાં કાર્યરત છે.

જો કે તીડનો ત્રાસ ખેડૂતોને બરબાદ કરે છે તેમાં કોઇ શંકા નથી. કારણકે તીડ જો ખેતરોમાં ત્રાટકે તો શું થાય તે વાત કરતા જ ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડ દેખાતા જ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. દુષ્કાળના કારણે વાવેતર તો થયું નથી. પરંતુ હવે જ્યારે વાવેતરનો સમય થયો છે તે જ સમય તીડ આવતા ખેડૂતો મુશ્કેલીમાં છે.

ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તીડ ને કોઈપણ ભોગે કંટ્રોલ કરવામાં આવે. જેથી ખેતીના પાકો કે વૃક્ષોને નુકશાન થાય નહીં. તીડ ના કારણે ખેડૂતો માં ભય ફેલાયો છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી