September 19, 2021
September 19, 2021

ચોમાસાની સીઝનમાં મધના સેવનથી અકલ્પનિય ફાયદા

મધ ઉપયોગથી સ્વાસ્થ્યને થાય છે આટલા લાભ

ગુજરાત સહિત દેશભરમાં હાલ ચોમાસાની રમઝટ ચાલુ છે. આ દરમયાન ચોમાસામાં મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મધ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. મધ સુપરફૂડ હોવાની સાથે આયુર્વેદિક દવા તરીકે પણ ઓળખાય છે. મધને આપણે આપણા આહારમાં ઘણી રીતે સમાવી શકીએ છીએ. ઘણા લોકો તેને દૂધમાં મિક્સ કરીને પીવે છે, જ્યારે ઘણા લોકો તેનો ઉપયોગ વાનગી બનાવવામાં કરે છે.

સ્વાદથી ભરપૂર હોવાની સાથે સાથે મધ પોષક તત્વોથી પણ ભરપૂર છે. મધ ચહેરાની ચમક જાળવી રાખવા સાથે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. આ ઉપરાંત મધના સેવનથી ઘણા લાભ થાય છે. મધનું સેવન ચોમાસામાં પણ ફાયદાકારક નીવડે છે. અહીં ચોમાસામાં મધના સેવનથી થતા લાભ અંગે વિગતો આપવામાં આવી છે.

મધના કારણે થાય છે આટલા ફાયદા

શરદી ઉધરસની સમસ્યામાં રાહત આપે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

ગળાની ખીચખીચ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

થાક અને નબળાઈ દૂર કરે છે.

આંખોની રોશની વધે છે.

કબજિયાતમાં રાહત આપે છે.

આવી રીતે કરી શકાય મધનું સેવન

દરરોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ નાખવું અને ત્યારબાદ તેનું સેવન કરવું.

બે ચમચી મધ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરી તેનું સેવન કરી શકાય છે.

હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવી તેનું દરરોજ સેવન કરી શકાય છે.

દરરોજ એકથી બે ચમચી મધનું પણ સેવન કરી શકાય છે.

નવશેકા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી સેવન કરી શકાય છે.

 17 ,  1