IND v/s PAK મહાસંગ્રામ : ભારતની બેટિંગ શરૂ…

વિરાટની સેના પાકિસ્તાનને માત આપવા તૈયાર

આજે રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થવા જઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. T-20 વર્લ્ડકપમાં મહામુકાબલાનો સમય આવી ગયો છે. આ વર્લ્ડકપના સુપર-12 રાઉન્ડમાં બન્ને ટીમોની આ પ્રથમ મેચ છે, બીજી વાત એ છે કે T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્યારેય પણ ભારતને હરાવી શક્યું નથી, ત્યારે આજે ફરીથી વિરાટની સેના પાકિસ્તાનને માત આપશે. સૌથી મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે કે પાકિસ્તાને ટોસ જીત્યો છે. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયા બેટીંગ કરશે.

પાકિસ્તાની ક્રિકેટ ફેન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને PCB વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. PAK ફેન્સ અનુસાર ભારતીય ફેન્સે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થયાની ગણતરીની મિનિટમાં આખુ સ્ટેડિયમ બુક કરાવી લીધું હતું. જેના પરિણામે પાકિસ્તાની ફેન્સને ટિકિટ ખરીદવાની તક નહોતી મળી. એક પાકિસ્તાની દર્શકના જણાવ્યા પ્રમાણે ભારતે 90% મેચ ટિકિટ ખરીદી છે.

જો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચો જોઈએ તો અહીં ભારતીય ટીમનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાય છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ છે, જેમાં દરેક વખતે ભારતનો વિજય થયો છે. આમાં સાત મેચ વનડેની છે જ્યારે પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે સ્ટાર ક્રિકેટર્સથી સજ્જ બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટનો શુભારંભ કરવા ઈચ્છશે. આ ઐતિહાસિક મેચ પૂર્વે બંને ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ પોત-પોતાના નિવેદનો પણ આપી રહ્યા હતા. વળી વિરાટે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનની ટીમને હળવાશથી ન લેવા ટકોર કરતા આ મેચ બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, શાહીન આફ્રિદી, હરીશ રઉફ.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી