WC-2019 : ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ મેચનું વરસાદમાં ધોવાણ, કાલે રમાશે મેચ

આઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં આજે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

રિઝર્વ ડે દરમિયાન મેચ નવેસરથી શરૂ થતી હતી. આપણે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીજા દિવસે મેચ ફરીથી શરૂ થાય તે જોયું હતું. જોકે આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે મેચ રિસ્ટાર્ટ નહીં પરંતુ જ્યાંથી અટકી હોય ત્યાંથી જ શરૂ થશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદે વિલનની ભૂમિકા નિભાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કિવિઝે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને 67 રન બનાવ્યા હતા. આ સિવાય નિકોલ્સે 28, ગ્રાન્ડહોમીએ 16, નિશામે 12 રન બનાવ્યા હતા. ગુપ્ટિલ 1 રને આઉટ થયો હતો.

ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, બુમરાહ, હાર્દિક પંડ્યા, જાડેજા અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી