IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફાઇનલ ટક્કર

ટી20 સિરીઝમાં 3-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે અહીં ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાનારી ત્રીજી અને અંતિમ વનડે મેચ જીતીને વનડે સિરીઝ પણ પોતાના નામે કરવા ઈચ્છશે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ ભારતીય ટીમે બીજી વનડે મેચમાં ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 59 રનથી વિજય મેળવ્યો હતો અને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. હવે તેની નજર સિરીઝ પોતાના નામે કરવા પર છે. ભારત જો આ મેચ હારે તો સિરીઝ 1-1થી ડ્રો રહેશે.

ધવને અંદર આવતા બોલ પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેને બે વાર ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલે આઉટ કર્યો છે. ધવન ટેસ્ટ ટીમમાં નથી અને તેવામાં તે પોતાના કેરેબિયન પ્રવાસનો અંત યાદગાર ઈનિંગ સાથે કરવા ઈચ્છશે. ભારતીય ટીમમાં ચોથા નંબર પર જગ્યા પાક્કી કરવાને લઈને ટક્કર ચાલી રહી છે અને અય્યરે બીજી વનડેમાં શાનદાર બેટિંગ કરીને રિષભ પંત પર દબાવ વધારી દીધો છે. પંતને ટીમ મેનેજમેન્ટ ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલીનું સમર્થન હાસિલ છે, પરંતુ તેની સતત નિષ્ફળતા અને બીજી વનડેમાં અય્યરની 68 બોલમાં 71 રનની ઈનિંગથી સ્થિતિ બદલાઇ ગઈ છે.

પંતની માનસિકતા ચિંતાનો વિષય છે, કારણ કે તેણે ઘણી તકે પોતાની વિકેટ ગુમાવી છે. કોઈપણ ટીમ આ મહત્વપૂર્ણ સ્થાન પર ધૈર્યવાન બેટ્સમેનને ઉતારવા ઈચ્છશે અને રવિવારે રમેલી ઈનિંગથી અય્યરે પોતાનો દાવો મજબૂત કર્યો છે. બીજી વનડેમાં 125 બોલમાં 120 રન ફટકારનાર કેપ્ટન કોહલી પણ પોતાના ફોર્મને જાળવી રાખવા ઈચ્છશે. ધવન, રોહિત શર્મા અને પંત ઝડપથી આઉટ થયા બાદ કોહલીએ અય્યરની સાથે મળીને ઈનિંગને સંભાળી હતી.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી