વિન્ડીઝ ટુર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, તમામ ફોર્મેટમાં પંત- જાડેજાને સ્થાન

વેસ્ટઈન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ટીમની રવિવારે જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ બાદ આ ટીમનો પ્રથમ પ્રવાસ છે. વિરાટ કોહલીને કેપ્ટન અને રોહિત શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા પહેલીવાર મેદાન પર ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ટીમને ત્રણ ટી-20, ત્રણ વનડે અને ત્રણ ટેસ્ટ રમવાની છે. આ વખતે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે ટીમની જાહેરાતમાં વિલંબ થયો.

અટકળો એવી હતી કે વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે પરંતુ સિલેક્ટર્સે આ અટકળોને નકારી વિન્ડીઝ ટુર માટે કોહલીને કેપ્ટન્સીની જવાબદારી સોંપી છે. કોહલીને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન રાખવામાં આવ્યો છે.

ટેસ્ટ ટીમઃ

મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, આર અશ્વિન, આર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મો.શમી, જસપીત બુમરાહ, ઉમેશ યાદવ.

વનડે ટીમઃ

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેંદ્ર ચહલ, કેદાર જાધવ, મો.શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૌની.

ટી-20 ટીમઃ

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેઅલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, કૃણાલ પાંડયા, રવીંન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર, નવદીપ સૈની.

સંપૂર્ણ શેડ્યૂલ

ટી20 સીરીઝ

પ્રથમ મેચઃ 3 ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવાર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમના ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.
બીજી મેચઃ 4 ઓગસ્ટે આ જ મેદાનમાં રમાશે.
ત્રીજી મેચઃ 6 ઓગસ્ટે પ્રોવિડેન્સ સ્ટેડિયમ ગુયાના(વેસ્ટ ઈન્ડિઝ)માં રમાશે.

વનડે સીરીઝ

પ્રથમ મેચઃ 8 ઓગસ્ટે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.
બીજી મેચઃ 11 ઓગસ્ટે પોર્ટ ઓફ સ્પેન(ત્રિનિદાદ)ના ક્વીંસ પાર્ક ઓવેલમાં રમાશે.
બીજી મેચઃ 11 ઓગસ્ટે પોર્ટ ઓફ સ્પેન(ત્રિનિદાદ) ક્વીંસ પાર્ક ઓવલમાં રમાશે.

ટેસ્ટ સીરિઝ

પહેલી ટેસ્ટઃ 22થી 26 ઓગ્સટની વચ્ચે એન્ટીગુઆના સર વિવિયન રિચડર્સ સ્ટેડિયમમાં રમાશે.
બીજી ટેસ્ટઃ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી કિંગ્સટન જમૈકાના સબીના પાર્કમાં રમાશે

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી