મોદીનો જાદુ, જાણો અમેરિકી અધિકારીએ શું કહ્યું…

આજકાલ વડા પ્રધાન મોદીનું જાદુ ભારત દેશ સહીત સમગ્ર વિશ્વમાં છવાયેલો જોવા મળી રહ્યો છે. સાથે જ મોદીના લીધે અન્ય દેશો સાથેના સબંધો અને વ્યાપારોમાં પણ સુધારો જોવા મળે છે તો આ તરફ મોદી સરકારમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે.

જેને લઇ ટ્રમ્પ પ્રશાસને લોકસભા ચૂંટણી પછી સંબંધો વધારે મજબુત થવાની આશા વ્યક્ત કરી છે. આ અંગે એક સીનિયર અમેરિકન અધિકારીના જણાવ્યું હતું કે દિલ્હીમાં ગયા વર્ષે થયેલી દ્વીપક્ષીય વાતચીતથી બંને દેશોના સંબંધોમાં ઘણો સુધારો થયો છે.

મળતી માહિતી અનુસાર અમેરિકન અધિકારીને મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળ અને વિદેશ સચિવ વિજય ગોખલેને અમેરિકા મુલાકાત વિશે સવાલ કરતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી બંને દેશોના સંબંધોમાં ઘણો સુધારો થયો છે.

વડાપ્રધાન મોદીએ જૂન 2017માં વ્હાઈટ હાઉસની મુલાકાત કરી હતી. આગામી લોકસભા ચૂંટણીમાં જે પણ સરકાર આવશે અમે તેમની સાથે કામ કરવા માટે ઉત્સાહી છીએ.તેમ પણ જણાવ્યું હતું

વધુમાં કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે, ભારત સાથે સંબંધો વધારે મજબુત થાય. દુનિયાના વિકાસ માટે અમે આગામી સમયમાં પણ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગાત્મક વલણ જળવાઈ રહે તેવું ઈચ્છીએ છીએ.

સાથે જ ભારતીય વિદેશ સચિવની યાત્રા ખૂબ મહત્વની સાબીત થશે. તેમજ ગોખલેએ અમેરિકામાં વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનસાથે પણ મુલાકાત કરી હતી.

નોંધનીય છે કે ગયા સપ્તાહે 3 દિવસની યાત્રામાં ગોખલેએ વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ સાથે રાજનીતિ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન વ્યાપક સ્તરે દ્વીપક્ષીય સંબંધો વિશે વાતચીત થઈ હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે ભારતના સંબંધો વિશે પણ ચર્ચા થઈ હતી.

 129 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી