September 23, 2020
September 23, 2020

ચીને કરારનો કર્યો ભંગ, ભારતે ફરી ખદેડ્યુ : ઘૂસણખોરી નાકામ

LAC ફરી પર ધર્ષણ ! ભારતીય સેનાએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ

પૂર્વ લદાખમાં ફરી એકવાર ભારત અને ચીનના જવાનો આમને સામને આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, ચીની સૈનિકોએ સહમતિનું ઉલ્લંઘન કરી પૂર્વ લદાખમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જો કેે ભારતીય સેનાએ ચીની સૈનિકોને ઘૂસણખોરી કરતાં રોક્યા હતા. આ દરમયિના ભારે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ચીનને જબડાતોડ જવાબ આપ્યો છે.

15 જૂનની રાતે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ફરી એકવાર ઘર્ષણ સર્જાયું હતું. પૂર્વી લદાખમાં પૈંગોંગ લેક વિસ્તારમાં બંને દેશોના સૈનિકો 29-30 ઓગસ્ટની રાત્રે સામસામે આવી ગયા હતા. સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, 29-30 ઓગસ્ટની રાતે, ચીની સૈનિકોએ પૂર્વમાં સહમતિનું ઉલ્લંઘન કરી, બોર્ડર પર યથાસ્થિતિ બદલવાનો વધુ એક પ્રયાસ કર્યો હતો. પેંગોંગ સરોવરના દક્ષિણી કિનારે ચીની સેના હથિયારો સાથે આગળ વધી તો ભારતીય સેનાએ તેને રોકી અને પાછળ ખદેડી હતી.

ઘણા સમયની વાટાઘાટો છતા, પૂર્વીય લદાખમાં તણાવ વધતો જઇ રહ્યો છે. ભારતીય સેનાનું સ્પષ્ટ વલણ છે કે ચીને એપ્રિલ પહેલા જેવી સ્થિતિ લાવવી જોઇએ. સૈન્ય સ્તર પર વાતચીત ઉપરાંત વિદેશ મંત્રાલય અને બંને દેશોના વર્કિંગ મેકેનિઝમ ફોર કંસલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશને પણ ચર્ચા કરી છે. બંને પક્ષ કંપલીટ ડિસઇંગેજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયા છે પરંતુ તેની કોઇ અસર નથી થઇ.

આર્મીના અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સેના વાતચીતના માધ્યમથી સરહદ પર શાંતિ સ્થાપવા માંગે છે પરંતુ પોતાની ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે પણ સમાન રીતે દૃઢ છે. બંને દેશોની વચ્ચે જ્યારે સરહદ સાથે જોડાયેલા મુદ્દાને ઉકેલ લાવવા માટે બ્રિગેડ કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. આ દરમિયાન ચીની સેના તરફથી કરવામાં આવેલા પ્રયાસ યોગ્ય નથી.

PIB અનુસાર, ચીની સેનાએ જે સ્થળથી સરહદની અંદર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તે સ્થળે ભારતીય સેનાએ પોતાની પોઝિશન ઘણી મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના વાતચીતના માધ્યમથી શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ એટલી જ સંકલ્પબદ્ધ છે.

પૈંગોગનો દક્ષિણ કિનારો સામાન્ય રીતે ચુશૂલ સેક્ટરના નામથી ઓળખવામાં આવે છે. ચીની સૈનિકોની વચ્ચે મે મહિનામાં થયેલા હિંસક ઘર્ષણ બાદથી આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. નોંધનીય છે કે, ચીની સેનાએ ફરી એકવાર ત્યાંથી સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર