ભારતે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને એન્ટીગુઆ ખાતે 318 રને હરાવ્યું હતું. 419 રનનો પીછો કરતા વિન્ડીઝ 100 રનમાં ઓલઆઉટ થયું હતું. આ વિન્ડીઝનો ભારત સામે લોએસ્ટ સ્કોર હતો. ભારત માટે જસપ્રીત બુમરાહે 5 વિકેટ, ઇશાંત શર્માએ 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. વિન્ડીઝ માટે 10મા ક્રમે બેટિંગ કરવા આવેલા કેમર રોચે સર્વાધિક 38 રન કર્યા હતા.
ભારતની મોટી જીતઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી જીત – આ જીત સાથે વિરાટ કેપ્ટન તરીકે 100 આંતરરાષ્ટ્રીય જીત મેળવનાર ભારતનો ત્રીજો અને દુનિયાનો 12મો કેપ્ટન બન્યો છે. ભારતીય કેપ્ટનોમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને ધોની જ વિરાટ કરતા આગળ છે. રિકી પોન્ટિંગ, સ્ટિવ વો અને હેન્સી ક્રોન્યેને બાદ કરતા કોઈપણ વિરાટથી ઓછી મેચોમાં 100 આંતરરાષ્ટ્રીય જીત મેળવી શક્યા નથી.
28 , 1