September 21, 2020
September 21, 2020

ચીન સાથે તણાવની વચ્ચે સેના પ્રમુખ પહોંચ્યા લદ્દાખ, સેનાની તૈયારીઓની કરશે સમીક્ષા

લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર સેના પ્રમુખ એમ.એમ નરવણે

પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે ભારતના તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે. ત્યારે આ તણાવ વચ્ચે આર્મી ચીફ એમ એમ નરવણે આજે અચાનક લદ્દાખ પહોંચ્યા છે. આપને જણાવી દઇએ કે દક્ષિણ પેંગોં ત્સો વિસ્તારમાં ચીનની નાપાક હરકતનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીની સૈનિકોએ ઘુષણખોરીને પ્રયાસ કર્યો હતો. હાલ LAC પર તણાવનો માહોલ છે, ત્યારે સેના પ્રમુખ એમએમ નરવણે લદ્દાખના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન કમાન્ડરને ક્ષેત્રની હાલની સ્થિતિથી અવગત કરાવવામાં આવશે.

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પૂર્વી લદ્દાખમાં સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. આ ઘટના ક્રમમાં ચાલેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદોરિયા સહિત અન્ય સામિલ થયા હતા.

કહેવાય છે કે આર્મી ચીફ નરવણે દક્ષિણ પેંગોંગ વિસ્તારમાં ચીનની હરકતની માહિતી લેશે અને ચીની જવાનોને પાછળ ખદેડનાર ભારતના વીર જવાનોની મુલાકાત પણ કરશે. લેહમાં ભારતીય સેના અને વાયુસેના સંપૂર્ણપણે એલર્ટ છે. વાયુસેનાના લડાકુ વિમાન સતત સરહદ પર નજર રાખી રહ્યા છે.

 58 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર