સાઉદી અરબે કરેલી ભૂલ વહેલી તકે દૂર કરવામાં આવે : ભારત

સાઉદી અરેબિયાએ નોટ પર ભારતનો ખોટો નકશો બતાવ્યો, વિદેશ મંત્રાલયે જતાવી આપત્તિ

આગામી નવેમ્બર મહિનામાં સાઉદી અરબમાં આયોજીત થનારા જી-20 સંમેલનના ઉપલક્ષ્યમાં સાઉદીની નેશનલ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી 20 રિયાલની નોટમાં જમ્મુ-કાશ્મીરને ભારતીય નક્શામાં નહીં દર્શાવવાના મામલે ભારતે નારાજગી વ્યક્ત કરી છે.

ભારેત સાઉદી અરબને જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં જે પણ ભૂલ થઈ છે તેને વહેલી તકે દૂર કરવામાં આવે.. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ મામલે જણાવ્યું હતું કે, નવી દિલ્હ સ્થિતિ સાઉદી દૂતાવાસ અને રિયાલ સ્થિત ભારતીય દૂતાવાસના માધ્યમથી સાઉદી સરકારને આ મામલે અવગત કરાવવામાં આવ્યાં છે. અને આ ખામીને વહેલામાં વહેલી તકે સુધારી લેવાનું જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સાઉદી અરબને જણાવવા માંગીએ છીએ કે, જમ્મુ, કાશ્મીર  અને લદ્દાખ ભારતના અભિન્ન અંગો છે.

જણાવી દઇએ, નકશામાં ગિલગિટ બાલ્ટિસ્તાન સહિત પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ પાકિસ્તાનનો હિસ્સો બતાવવામાં આવ્યો નથી. પાકિસ્તાન, સાઉદી અરબને પોતાનું મહત્વપૂર્ણ સહયોગી માને છે અને પાકિસ્તાનના નકશાથી પીઓકે હટાવવાની સાઉદીની હરકતને ઈસ્લામાબાદમાં અનેક લોકો પોતાના દેશને મોટા ઝટકા સમાન ગણી રહ્યા છે. 

 47 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર