September 27, 2020
September 27, 2020

GDPમાં 40 વર્ષોનો સૌથી મોટો ઐતિહાસિક ઘટાડો : જાણો, સરકારે શું કહ્યું..

GDPમાં ચાર દાયકાના ઐતિહાસિક ઘટાડા પર સરકારે આપ્યો આ જવાબ

કોરોના સંકટને કારણે એપ્રિલથી જૂનની આ વર્ષની પ્રથમ ક્વાર્ટરના ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદન (GDP)મા 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલથી જૂન ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કર્યાં હતા.

થોડા સમય પહેલા આવેલા કોર સેક્ટરના આંકડાએ પણ નિરાશ કર્યાં છે. જુલાઈ મહિનામાં આઠ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનમાં 9.6 ટકાનો ઘટાડો આવ્યો છે.

ભારતીય અર્થતંત્રએ 40 વર્ષમાં પ્રથમ વખત આવો ઘટાડો જોયો છે. લોકડાઉનને પગલે દેશમાં ઠપ્પ થઈ ગયેલી આર્થિક પ્રવૃત્તિઓની અસર હવે અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતનું અર્થતંત્ર ક્યા છે,તેને એવી રીતે સમજી શકાય છે કે G-20 અર્થતંત્ર ધરાવતા દેશોમાં GDP બાબતમાં સૌથી ખરાબ દેખાવ ભારતનો રહ્યો છે.

ગયા વર્ષે સમાન ગાળામાં આ જ સેક્ટરમાં 3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. બાંધકામ સેક્ટરમાં 50.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં આ જ સેક્ટરમાં 5.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માઇનિંગ સેક્ટરમાં 23.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં આ જ સેક્ટરમાં 4.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

 સરકારે આપ્યો જવાબ

દેશની આર્થિક પરિસ્થિતિને લઈ મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે કહ્યું કે બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં વિકાસમાં તેજી આવશે અને ભારતની ઈકોનોમીમાં V શેપ રિકવરી આવશે.

વર્તમાન ઘટાડાને લઈ સુબ્રમણ્યમે કહ્યું કે, દેશમાં બે મહિના સુધી કઠોર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તેને કારણે જીડીપીમાં આટલો ભારે ઘટાડો નોંધાયો છે. પોતાના દાવાને લઈ તેઓએ કહ્યું કે, ઈલેક્ટ્રીસિટીનો વપરાશ વધ્યો છે. આ ઉપરાંત માલગાડી ટ્રાફિકમાં પણ તેજી આવી છે. આ એવા સંકેત છે કે જેનાથી સાફ ખબર પડે છે કે આર્થિક ગતિવિધિઓમાં સુધારો થઈ રહ્યો છે.

સુબ્રમણ્યમે કહ્યું કે, માલગાડી ટ્રાફિક જુલાઈ 2019ના 95 ટકાના સ્તર સુધી પહોંચી ચૂક્યો છે. ઓગસ્ટના શરૂઆતી 26 દિવસોમાં તે ગત વર્ષના મુકાબલે 6 ટકા વધારે છે. પાવરનો વપરાશ પણ 2019ની આ અવધિના મુકાબલે ફક્ત 1.9 ટકા ઓછો છે. લોકડાઉનને કારણે ઈન્ટર સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી મુશ્કેલીઓ આવી છે. જો કે આ સમસ્યા હવે દૂર થતી જોવા મળી રહી છે. ઈ-વે બિલ ઓગસ્ટના મહિનામાં 99.8 ટકાના સ્તર સુધી પહોંચી ગયું છે.

આ ઉપરાંત આઠ કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના આઉટપુટમાં સતત સુધારો આવી રહ્યો છે. એપ્રિલમાં તેમાં 38 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને મેંમાં ઘટીને 22 ટકા, જૂનમાં 13 ટકા અને જુલાઈમાં 9.6 ટકા સુધી પહોંચી ચૂક્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તેજીથી સુધારો થઈ રહ્યો છે.

 92 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર