અંતરિક્ષમાં ભારતને મળી વધુ એક મોટી સફળતા, ચંદ્રની નજીક પહોંચ્યું Chandrayaan-2

શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન-2 સવારે 9:30 વાગ્યા પર ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લીધો છે. તેની સાથે જ અંતરિક્ષમાં ભારતને ફરી એકવખત મોટી ઉપલબ્ધિ મળી ગઇ છે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચાંદ પર ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવશે.

22 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાને 23 દિવસ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને 14 ઓગસ્ટે ટ્રાન્સ લ્યૂનર ઓર્બિટમાં પ્રવેશ કર્યો હતો. હવે તે 13 દિવસ ચંદ્રની પ્રદક્ષિણા કરશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. આ સમગ્ર તબક્કો આ મિશનનો સૌથી મુશ્કેલ તબક્કો છે. આ દરમિયાન જ વૈજ્ઞાનિકો અને ચંદ્રયાનની સાચી અગ્નિપરીક્ષા થશે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી