ભારતે ‘બી’ ટીમ મોકલીને શ્રીલંકાના ક્રિકેટનુ કર્યુ અપમાન: રણતુંગા

13 જુલાઈથી 3 વન ડે અને 3 ટી 20 મેચ રમવાની છે

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વાર એવું થશે કે, ભારતની બે ટીમ અલગ-અલગ દેશના ક્રિકેટ ટીમ સાથે રમશે. આ સ્થિતિ વચ્ચે શ્રીલંકાને વર્લ્ડ કપ જીતાડનાર રણતુંગાએ કહ્યુ હતુ કે, ભારતની બી ટીમ શ્રીલંકામાં રમવા માટે આવે તે આપણા ક્રિકેટનુ અપમાન છે. આ માટે શ્રીલંકાનુ ક્રિકેટ બોર્ડ જવાબદાર છે જેણે ટેલીવિઝન માર્કેટિંગની જરુરિયાતોને ધ્યાનમાં લઈને આ ટીમ સાથે રમવા માટે સંમતિ આપી છે. ભારતે પોતાની સારામાં સારી ટીમ ઈંગ્લેન્ડમાં રમવા મોકલી છે. શ્રીલંકાના ક્રિકેટ માટે આ અપમાનજનક વાત છે. ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસનો પ્રારંભ 13 જુલાઈથી થવાનો છે. ટીમ આ પ્રવાસમાં 3 વન ડે અને 3 ટી 20 મેચ રમવાની છે.

ભારતના સ્ટાર ક્રિકેટરોની ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે તો બીજી તરફ ભારતીય ક્રિકેટરોની એક ટીમ શ્રીલંકામાં ટી-20 અને વન ડે સિરિઝ રમવા માટે પહોંચી ચુકી છે. આવુ પહેલી વખત થયુ છે. ભારત પાસે સક્ષમ ક્રિકેટરોની બે ટીમ છે તે વાતની દુનિયાના બીજા દેશો પ્રશંસા કરી રહ્યા છે ત્યારે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાને ભારત દ્વારા મોકલવામાં આવેલી ટીમને લઈને વાંકુ પડ્યુ છે.

નોંધનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચેની આ સિરિઝ આમ તો પહેલા રમાવાની હતી પણ કોરોનાના કારણે સિરિઝનુ જુલાઈમાં આયોજન કરવાનુ નક્કી કરાયુ હતુ. આ દરમિયાન ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે પણ રમવાનુ હોવાથી ભારતે પોતાની બીજી ટીમ શ્રીલંકા મોકલી છે.

 77 ,  1