ભારત સૌથી વધુ અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ: રિપોર્ટ

માત્ર 1 ટકા લોકો પાસે જ દેશની 22 ટકા આવક

ભારત એક ગરીબ અને સૌથી વધારે અસમાનતા વાળા દેશોની યાદીમા સામેલ થઈ ગયો છે. દેશમાં વર્ષ 2021માં 1 ટકા વસ્તીની પાસે રાષ્ટ્રીય આવકનો 22 ટકા હિસ્સો છે. જ્યારે નીચલા તબક્કાની પાસે 13 ટકા છે. ‘વિશ્વ અસમાનતા રિપોર્ટ 2022 (World Inequality Report 2022) હેડિંગ વાળી રિપોર્ટના લેખક લુકાસ ચાંસલ છે જે ‘વર્લ્ડ ઈનઈક્યૂલેટી લેબ’ના સહ નિર્દેશક છે.

આ રિપોર્ટને તૈયાર કરવામાં ફ્રાન્સના અર્થશાસ્ત્રી થોમસ પિકેટ્ટી સહિત અનેક વિશેષજ્ઞોએ મદદ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે દુનિયાના સૌથી વધારે અસમાનતા વાળા દેશોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતમાં વયસ્ક વસ્તીની સરેરાશ રાષ્ટ્રીય આવક 2, 04, 200 રુપિયા છે. જ્યારે નીચલા સ્તરની વસ્ચીની આવક 53, 610 રુપિયા છે. મુખ્ય 10 ટકા વસ્તીની આવક આનાથી લગભગ 20 ગણી (11,66,520 રુપિયા) છે.

રિપોર્ટ પ્રમાણે ભારતની મુખ્ય 10 ટકા વસ્તીની પાસે કુલ રાષ્ટ્રીય આવક 57 ટકા, જ્યારે એક ટકા વસ્તી પાસે 22 ટકા છે. ત્યારે નીચેથી 50 ટકા વસ્તીની આમાં ભાગીદારી 13 ટકા છે. આ મુજબ સરેરાશ ઘરેલુ સંપત્તિ 9,83, 010 રુપિયા છે. આમાં કહેવામા આવ્યું છે કે ભારત એક ગરીબ અને ઘણી અસમાનતા વાળો દેશ છે. જ્યાં ધનિક વર્ગના ભર્યા પડ્યા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવું જોઈએ કે ભારતમાં લૈંગિક અસમાનતા બહું વધારે છે. એમાં કહેવામાં આવ્યું છે કે મહિલા શ્રમિકની આવકની ભાગીદારી 18 ટકા છે. આ એશિયાના સરેરાશ (21 ટકા, ચીનને છોડી)થી ઓછી છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી