ડિફેન્સ એક્સપોમાં ભારત-મેડાગાસ્કરની સમુદ્રી સુરક્ષાનો મુદ્દો ચર્ચાયો…

પૂર્વી આફ્રિકાના દેશ મેડાગાસ્કર અને ભારતના રક્ષામંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં સમુદ્રી સુરક્ષા ચર્ચાનો વિષય બન્યું હતું.મેડાગાસ્કરના રક્ષામંત્રી લેફ્ટનન્ટ જનરલ રોકોટોનિરીના રિચર્ડે કહ્યું કે ભારતીય મહાસાગારના સમુદ્રી ક્ષેત્રમાં સુરક્ષા વધારવામાં ભારતની મોટી ભૂમિકા છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું,કે સમુદ્રી પાડોસીઓ તરીકે બન્ને દેશની જવાબદારી છે કે તેઓ સુરક્ષિત સમુદ્રી વાતાવરણ સુનિશ્વિત કરે,જેથી વેપાર અને વાણિજ્યનો વિકાસ થઇ શકે. મેડાગાસ્કરના રક્ષામંત્રીએ ‘ઓપરેશન વેનિલા’ માટે તેમની સરકાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.આ ઓપરેશનમાં ભારતીય નૌકાદળે સાઇક્લોન ડયાનેના લીધે મેડાગાસ્કરમાં પ્રભાવિત થયેલા વિસ્તારોમાં સહાયતા પ્રદાન કરી હતી.

વિશ્વના ઘાતક કમાન્ડોમાં સામેલ ભારતીય નેવીના માર્કોસે લખનઉમાં પહેલી વખત તેમની પ્રસ્તૂતિ આપી હતી.ગુરૂવારે ડિફેન્સ એક્સપોમાં વોટર સ્કૂટર, સ્પેશ્યલ ડ્રેસ તેમજ હાઇટેક હથિયારોથી સજ્જ આ કમાન્ડોએ સમુદ્રી ચાંચિયાઓથી નિપટવા અને આતંકી હુમલાઓને નાકામ કરવામાં તેમની નિપૂણતા દેખાડી. ગોમતી રિવરફ્રન્ટ પર માર્કોસ કમાન્ડોએ ભારતીય સેનાના હેલિકોપ્ટરથી નીચે ઉથરીને આતંકી હુમલાને નાકામ કરવાનો ડેમો દેખાડ્યો હતો.

મહત્વનું છે કે,ડિફેન્સ એક્સપોમાં ઉત્તરપ્રદેશ સરકાર તરફથથી અલગ અલગ કંપનીઓ સાથે 23 MoU પર સહી કરાવાની યોજના પર કામ શરૂ થઇ ગયું છે. તેનાથી 50 હજાર કરોડ રૂપિયાના રોકાણનો રસ્તો ખુલશે. સરકારની યોજના સફળ થઇ તો 3 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. બીજી તરફ પૂર્વી આફ્રિકાના દેશ મેડાગાસ્કર અને ભારતના રક્ષામંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં સમુદ્રી સુરક્ષા વિશે ચર્ચા થઇ હતી.

 18 ,  1