PUBG એ લીધો વધુ એક છોકરાનો જીવ, કારણ માત્ર આટલું…

હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે કે PUBG દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારી એપ બની ગઈ છે. પરંતુ તેના પાગલપનમાં લોકો પોતાનો જીવ પણ આપી રહ્યા છે. બિહારમાં એક 17 વર્ષના છોકરાએ PUBG રમતાં- રમતાં આત્મહત્યા કરી લીધી.

આ ઘટના બિહારના ભાગલપુરના દાઉદબાટની છે. રિપોર્ટ મુજબ પીયૂષ નામનો એક છોકરો સાંજથી પોતાના ફોન પર PUBG રમી રહ્યો હતો. રાત્રે 10 વાગ્યે તેની મમ્મીએ તેને જમવા માટે બોલાવ્યો અને PUBG રમવાનું બંધ કરવા કહ્યું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પીયૂષના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે મૃત્યુ માટે પોતાને જવાબદાર ગણાવ્યો છે. સ્યુસાઈડ નોટમાં તેણે માતા-પિતાને પોતાના બાળકો પણ કોઈ વસ્તુ માટે પ્રેશર ન કરવાની અપીલ કરી છે.

પોસ્ટમોર્ટમ બાદ એસએસપી આશિષ ભારતીનું કહેવું છે કે, PUBG રમતા દરમિયાન તેના ગ્રુપના મેમ્બર્સ સતત તેના પ્લેયરને મારી રહ્યા હતા આ કારણે તે પરેશાન હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

મમ્મીએ ગેમ રમવાની ના પાડી તો પીયૂષ ગુસ્સામાં બોલ્યો, જ્યારે મારું મન કરશે ત્યારે હું ખાઈ લઈશ. મને ટેન્સન ન આપશો.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર