September 23, 2020
September 23, 2020

સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે ફરી એક વખત પાકિસ્તાનને લગાવી ફટકાર

સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે ફરી એક વખત પાકિસ્તાનને ફટકાર લગાવી છે. સંયુક્ત રાષ્ટ્રના ‘શાંતિ કી સંસ્કૃતિ’ ફોરમમાં ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનને અલ્પસંખ્યકો અને મહિલાઓ સાથેના વર્તનને લઈને સારા શબ્દોમાં સંભળાવી દીધું હતું.

આ મંચ પરથી ભારતે કહ્યું કે, અમે ફરી એક વખત યુએનના મંચ ઉપરથી ભારતની સામે પાકિસ્તાનની હેટ સ્પીચ સાંભળી. આવું તેવા સમય પર થયું છે કે, જ્યારે પાકિસ્તાન પોતાના દેશમાં અને પોતાની સીમાઓ ઉપર લગાતાર હિંસાની સંસ્કૃતિને અપનાવી રહ્યું છે. ભારતે કહ્યું કે, માનવધિકારને લઈને પાકિસ્તાનનો દયાજનક રેકોર્ડ અને ધાર્મિક અલ્પસંખ્યકો માટે તેમનું વર્તન આંતરરાષ્ટ્રીય જગત માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

ઇશનિંદા કાનૂનનો ઉપયોગ અહિયાં ધાર્મિક અલ્પસંખ્યકોની વિરુદ્ધ થાય છે. સાથેજ ભારત દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, પાકિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓની સ્થિતિ દાયનીય છે, કારણ કે, તેમના અપહરણ કરીને દુષ્કર્મ કરવામાં આવે છે. તેમને જબરદસ્તીથી ધર્મ પરીવર્તન કરાવીને શાદી કરાવવામાં આવે છે. મહામારીએ તેમાં વધારો કરાયો છે.

પાકિસ્તાની પ્રતિનિધિ મંડળના પ્રોપગેંડા પર ભારતે કહ્યું કે, આ પાકિસ્તાનની પોતાના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનું ષડયંત્ર છે. સાથે જ નિવેદનમાં કહ્યું છે કે, ભારત સામે બેબુનિયાદ આરોપ લગાવતા પહેલા, જ્યાં દરેક ધર્મોને સંવિધાન અનુસાર સમાન અધિકાર અપાયા છે. તેના અગાઉ પાકિસ્તાની પ્રતિનિધિઓએ ધાર્મિક અલ્પસંખ્યકોને લઈને પોતાની સિસ્ટમ અને રેકોર્ડની તરફ જરૂર જોવું જોઈએ.

નિવેદનમાં ભારતે કોવિડ-19 મહામારીના સમયમાં દરેક ધર્મો, સંસ્કૃતિ, જાતિય સમૂહોની વચ્ચે વાતચીતના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. સાથે જ ખોટી સૂચનાઓના અભિયાનની સામે લડવા માટેના સહયોગના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર