કરતારપુર કોરિડોર: 80% મુદ્દાઓ પર થઇ સહમતિ,પાકિસ્તાને કહ્યું વધુ એક બેઠક કરીશું…

કરતારપુર કોરિડોર માટે ભારત-પાકિસ્તાન વચ્ચે અટારી-વાઘા સરહદે બીજા તબક્કાની વાતચીત. બેઠકમાં ભારત વીઝા ઉપરાંત લાંબા સમયથી અટકેલા પડેલાં મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પાકિસ્તાનના 20 અધિકારી સામેલ થયા છે. જેમનું નેતૃત્વ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મહમ્મદ ફૈઝલ કરી રહ્યા છે.

આ દરમિયાન ભારતે પાકિસ્તાનને ડોઝિયર પણ સોંપ્યું. ભારતે કાઉન્સિલર પ્રેઝન્સ વધારવાની માગણી કરી. આ બાજુ પાકિસ્તાન ગુરુદ્વારામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવા પર રાજી થઈ ગયું છે. આ સાથે જ પાકિસ્તાને એવો દાવો પણ કર્યો કે તે ભારત વિરોધી ગતિવિધિઓ નહીં થવા દે.

આ પહેલા 14મી માર્ચે અટારી-વાઘા બોર્ડર પર બેઠક યોજાઈ હતી. 2 એપ્રિલે બીજા તબક્કાની વાતચીત થવાની હતી પરંતુ પાકિસ્તાન સરકાર તરફથી કોરિડોર સાથે જોડાયેલી એક સમિતિમાં ખાલિસ્તાન સમર્થક નેતા ગોપાલ સિંહ ચાવલાની નિયક્તુ બાદ વાતચીત શક્ય બની ન હતી.

બેઠક બાદ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હમણા હવામાન બદલાયું છે, ડાળીઓ પર પાંદડા આવતા વાર લાગશે. 80 ટકા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતિ બની ગઈ છે. કરતારપુર કોરિડોરના મુદ્દે વધુ એક બેઠક કરીશું. બંને દેશો વચ્ચે આ મુદ્દે બીજા તબક્કાની બેઠક પાકિસ્તાન તરફથી તેમના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલના નેતૃત્વમાં થઈ. બેઠક અગાઉ જ મોહમ્મદ ફૈઝલ તરફથી જાણકારી અપાઈ હતી કે કરતારપુર કોરિડોરનું 70 ટકા કામ પૂરું થઈ ગયું છે.

ભારતીય પ્રતિનિધિ મંડળ તરફથી પણ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી કે, પાકિસ્તાને ખાતરી આપી છે કે તેઓ કરતારપુર કોરિડોર શરૂ થયા બાદ ત્યાં ભારત વિરોધી ગતિવિધિઓ થવા દેશે નહીં. ભારત તરફથી આ બેઠકનું નેતૃત્વ સંયુક્ત સચિવ એસસીએલ દાસ અને દીપક મિત્તલે કર્યું હતું.

શ્રદ્ધાળુઓને આખુ વર્ષ દર્શન કરવાની મંજૂરી મળે. આ બધી માગણીઓ શીખ સમુદાયે સૂચવી હતી. ભારતમાં નિર્ધારીત સમયે પુલ બની જશે. અમારી તરફથી રોજ કરતાર પુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવાની માગણી કરાઈ.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી