અવકાશમાં મોટી છલાંગ લગાવવાની તૈયારીમાં ભારત, બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) પ્રમુખ સિવને ગુરૂવારે કહ્યું કે, ભારત પોતે અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનાય મિશનનું વિસ્તરણ હશે. સિવને કહ્યું કે, અમે માનવ અંતરિક્ષ મિશન લોન્ચ કર્યા બાદ ગગનયાન કાર્યક્રમને જાળવી રાખવો પડશે અને આ સંદર્ભમાં ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ પહેલા 12 જૂનના રોજ બેંગ્લોરમાં ઇસરોના વડાએ કહ્યું હતું કે ચંદ્રની સપાટી પર ખનીજનો અભ્યાસ અને ઉપયોગ કરવા માટે ભારતનો બીજો મિશન ‘ચંદ્રયાન -2’ 15 જુલાઇએ કરવામાં આવશે. હાલના સમયમા માત્ર બે સ્પેસ સ્ટેશન છે. અમેરિકા અને રશિયાએ 1998માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવ્યું હતું. ઘણાં અન્ય દેશો પણ તેના નિર્માણમાં જોડાતા ગયા. જોકે કન્ટ્રોલ્સ અને મોડ્યુલ્સનો ખર્ચ અમેરિકા જ ઉઠાવે છે.

તેમણે કહ્યું હતું કે આ યાન 6 સપ્ટેમ્બર અથવા 7 મી સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવામાં આવશે. ચંદ્રના આ ભાગ વિશે વૈજ્ઞાનિકો પાસે વધારે માહિતી નથી. આ ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન છે. ભારત સરકારે આ માટે અલગથી 1.43 અબજ ડોલરનું બજેટ રાખ્યું છે.

આ મિશનમાં ત્રણ અંતરિક્ષ યાત્રીઓને સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. માનવામાં આવે છે કે આ મિશનની લોન્ચિંગ 2020થી શરુ થઈ જશે. અંતરિક્ષમાં જનાર ક્રૂ મેમ્બર્સનું ફાઇનલ સિલેક્શન ઇસરો કરશે અને પછી વાયુ સેના તેને પ્રશિક્ષિત કરશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી