ગિલગિત-બાલ્ટિસ્તાનનો દરજ્જો બદલતા ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી, ખાલી કરો અમારો વિસ્તાર

 ‘ગિલગિત બાલ્ટિસ્તાન સહિત જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, નહીં થાય ફેરબદલ’

ભારતે પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ગિલગિત-બાલ્ટિસ્તાનને વચગાળાના પ્રાંતનો દરજ્જો આપવાના એલાન પર વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, ભારત સરકાર પાકિસ્તાનના ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર કબજો અને ફેરબદલને રિજેક્ટ કરે છે. લદ્દાખ (ગિલગિત બાલ્ટિસ્તાન સહિત) જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. બકીકતમાં ભારતના ભાગ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાને પ્રોવિન્સનો દરજ્જો આપ્યો છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતે આકરો જવાબ આપ્યો છે.

વચગાળાના પ્રાંતનો દરજ્જો આપવાની પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની જાહેરાતનો ભારતે વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે ભારત સરકારે ગેરકાયદેસર અને બળજબરીપૂર્વકના કબજા હેઠળના ભારતીય ક્ષેત્રના હિસ્સામાં ભૌતિક પરિવર્તન લાવવાના પાકિસ્તાનના પ્રયત્નોને ભારપૂર્વક નકારી દીધા છે અને પાકિસ્તાને આ ગેરકાયદેસર કબજાને તાત્કાલિક ખાલી કરી દેવા જોઈએ.

ભારતે રવિવારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કોઈપણ પ્રકારના ફેરફારનો સ્વીકાર કરાશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે રવિવારે કહ્યુ કે, પીઓકેમાં કોઈપણ પ્રકારના પરિવર્તનનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, હું ફરીથી સ્પષ્ટ કરુ છું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિત-બાલ્ટિસ્તાન સહિત પીઓકે ભારતનું અભિન્ન અંગ છે. 

આ સાથે તેમણે કહ્યું કે, આ પ્રકારના પ્રયાસ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાનો દાવો કરે છે. આ પ્રકારના પ્રયાસોથી પાક અધિકૃત ક્ષેત્રોમાં રહેતા લોકોની સાથે સાત દાયકાથી વધુ સમય સુધી માનવ અધિકારોના ઉલ્લંઘન અને આઝાદીથી વંચિત રાખવાને છુપાવી શકાય નહીં. તેમણે કહ્યું- અમે પાકિસ્તાનને પોતાના ગેરકાયદેસર કબજા વાળા તમામ ક્ષેત્રોને તત્કાલ ખાલી કરવાનું આહ્વાન કરીએ છીએ. 

જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાને ચીનના દેવા અને દબાવમાં આ નિર્ણય લીધો છે. તો ભારત પહેલા પોતાનો વિરોધ નોંધાવી ચુક્યું છે. ઇસ્લામાબાદમાં આયોજીત 73માં સ્વતંત્રતા સમારોહ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગિલગિત-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનના અંતરિમ રાજ્યનો દરજ્જો આપ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાની ટીકા કરતા કહ્યું કે, 1947માં જમ્મુ-કાશ્મીરના ભારતીય સંઘમાં કાયદેસર અને સંપૂર્ણ વિલીનીકરણને કારણે પાક સરકારે બળજબરીથી કબજે કરેલા પ્રદેશમાં દખલ કરવાનો કોઇ અધિકાર નથી. પાકિસ્તાનના આ પ્રકારના પ્રયત્નો છેલ્લાં સાત દાયકાથી પાકિસ્તાન અધિકૃત પ્રદેશમાં રહેતા લોકો સાથે માનવાધિકારના ઉલ્લંઘન અને સ્વતંત્રતાની વંચિતતાને છુપાવી શકતા નથી. તેમણે કહ્યું કે, આ ભારતીય પ્રદેશોની સ્થિતિ બદલવાની જગ્યાએ પાકિસ્તાને તાત્કાલિક તમામ ગેરકાયદેસર જગ્યાને ખતમ કરી દેવી જોઈએ.

 68 ,  1