મેડ ઈન ઇન્ડિયાનો દમ..! એન્ટી રેડિએશન મિસાઇલ ‘રૂદ્રમ’નું સખોઇ ફાઇટરથી સફળ પરિક્ષણ

 કોઈપણ પ્રકારના સિગ્નલ અને રેડિયેશન પકડવામાં સક્ષમ મિસાઈલ

DRDOઓએ આજે એન્ટી રિડેએશન મિસાઇલ ‘રૂદ્રમ’નુ સફળ પરિક્ષણ કર્યુ છે. મિસાઇલ ‘રૂદ્રમ’નું પરિક્ષણ સુખોઇ ફાઇટર એરક્રાફ્ટની મદદથી કરવામાં આવ્યુ છે. આ સ્વદેશી મિસાઇલ કોઇપણ પ્રકારના સિગ્નલ કે રિડેએશનને પકડી શકે છે, અને રડાર પર લઇને તેને નષ્ટ કરી શકે છે.

ભારતમાં બનાવવામાં આવેલ આ પોતાના જેવી એક માત્ર મિસાઈલ છે જે કોઈ પણ ઊંચાઈથી છોડી શકાય છે. આ મિસાઈલ કોઈ પણ પ્રકારના સિંગ્નલ અને રેડિયેશન પકડી શકે છે. સાથે જ પોતાના રડારમાં લાવીને તેને નષ્ટ કરી શકે છે.

હજુ આ મિસાઈલનો ડેવલપમેન્ટ ટ્રાયલ ચાલી રહ્યો છે. પરંતુ, આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ જલ્દી જ તેને સુખોઇ અને સ્વદેશી વિમાન તેજસમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે.

ચાર દિવસ પહેલા ડીઆરડીઓએ એક એન્ટી સબમરીન વેપન સિસ્ટમનુ સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ હતુ, ટારપીડોની સુપરસૉનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝને ઓડિશાના તટથી 5 ઓક્ટોબરે 11.45 વાગે સફળતાપૂર્વક ફ્લાઇટ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. મિસાઇલની રેન્જ અને ઉંચાઇ સુધી ઉડાન સહિત તમામ મિશન ઉદેશ્ય, ટૉરપીડોની રિલીઝ અને વેલૉસિટી રિડક્શન મિકેનિઝમ પુરેપુરા પરફેક્ટ હતા.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર