ભારતે વર્લ્ડ કપમાં સતત ચોથા વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત 5 મેચમાં 9 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. ભારત હવે 27 જૂને વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 49.5 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
વિરાટ કોહલી (67) અને કેદાર જાધવ (52)ની અડધી સદી પછી મોહમ્મદ શમીની હેટ્રિક સહિત ચાર વિકેટની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 11 રને રોમાંચક વિજય મેળવ્યો હતો.
અફઘાનિસ્તાને નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવવા છતાં મેચ પર પક્કડ જાળવી રાખી હતી. શમી અને બુમરાહે ભારતના વિજયમાં નોંધપાત્ર યોગદાન આપતાં અનુક્રમે 4 અને બે વિકેટ ઝડપી હતી. ભારતનો આ 50મો વર્લ્ડકપ વિજય છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ પણ 50થી વધુ વિજય મેળવ્યા છે.
But it was India's pace duo that had the last laugh with @Jaspritbumrah93 adjudged Player of the Match and @MdShami11 taking a hat-trick to seal victory.
— ICC (@ICC) June 22, 2019
See all of the wickets here 👇#TeamIndia | #CWC19 pic.twitter.com/MAlVGTmUlC
જસપ્રિત બુમરાહની 29મી ઓવર ટર્નિંગ પોઈન્ટ બની હતી. બુમરાહે પહેલાં રહેમત શાહને 36 રને આઉટ કર્યો હતો અને ત્યાર પછી હસમતઉલ્લા શાહિદીને 21 રને આઉટ કર્યો હતો.
30 , 1