ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં 11 વખત ટકરાયા છે. જેમાં 3 વખત ભારતનો વિજય થયો છે, જ્યારે 8 મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. ઓવરઓલ વન-ડેની વાત કરવામાં આવે તો અત્યાર સુધી બંને વચ્ચે 136 વન-ડે રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો 77 મેચમાં વિજય થયો છે. ટીમ ઇન્ડિયાએ ફક્ત 49 મેચમા જીત મેળવી છે.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર શિખર ધવન (117 રન) અને રોહિત શર્મા(57 રન)એ 127 રનની પાર્ટનરશિપ કરી શાનદાર શરૂઆત અપાવી હતી.
Rohit 57 (70)
— ICC (@ICC) June 9, 2019
Dhawan 117 (109)
Kohli 82 (77)
Pandya 48 (27)
Dhoni 27 (14)
🔥 from #TeamIndia to post 352/5. Australia will need a record World Cup chase to win this! #INDvAUS SCORECARD 👇 https://t.co/tdWyb7lIw6 pic.twitter.com/TCV7b02PBc
શિખર ધવને 109 બોલમાં 16 ફોર સાથે 117 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 77 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 82 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં આક્રમક 48 રન અને ધોનીએ 14 બોલમાં 27 રન બનાવ્યા હતા.
Innings Break!#TeamIndia post a formidable total of 352/5 on the board. Over to the bowlers now 💪💪#CWC19 pic.twitter.com/gde5Zxi0Ma
— BCCI (@BCCI) June 9, 2019
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઈનિસે સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી. કુમિન્સ, સ્ટાર્ક અને કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.
51 , 2