WC-2019: બાંગ્લાદેશને 28 રને હરાવીને ભારતનો સતત ત્રીજી વાર સેમિફાઇનલમાં પ્રવેશ

વર્લ્ડ કપની 40મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજા વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

આ પહેલાં ટીમ 2011માં શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બની હતી, જયારે 2015માં ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં હાર્યું હતું. બીજી તરફ બાંગ્લાદેશની સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઈ છે.

ભારતે બાંગ્લાદેશને મેચ જીતવા 315 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારત માટે ઓપનર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 180 રન ઉમેર્યા હતા. વર્લ્ડકપમાં ભારત માટે હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ જોડીએ પોતાના નામે કર્યો હતો.

રોહિત શર્મા 92 બોલમાં 7 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 104 રન કર્યા હતા. તેણે પોતાના વનડે કરિયરની 26મી અને ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં 500 રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી