WC-2019: કરોડો લોકોની આશાઓ પર પાણી ફર્યું, કિવિઝ સામે ભારતની 18 રને હાર

ન્યૂઝીલેન્ડે ભારતના ફાઈનલમાં પહોંચવાના સપના પર પાણી ફેરવ્યું છે. વર્લ્ડકપના રોમાંચિત સેમીફાઈનલ મેચમાં 240 રનના ટાર્ગેટનો પીછો કરતી વિરાટ બ્રિગેડની હાર થઇ છે. ભારતે 49.3 ઓવરમાં 221 રન બનાવીને ઓલઆઉટ થઇ છે.

આઈસીસી વર્લ્ડ કપમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચમાં મંગળવારે વરસાદ પડતા તે દિવસની રમત રદ કરવામાં આવી હતી. જે આજે રમાઈ રહી છે.

આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલ મેચ ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 74 અને કેન વિલિયમસને 67 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 1 મેડન સાથે 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ, જાડેજા, ચહલ અને પંડ્યાને એક-એક સફળતા મળી હતી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી