September 26, 2022
September 26, 2022

WC-2019 INDvsNZ: 2 કલાક સુધી મેચ શરુ ન થાય તો પણ ભારત 50 ઓવર્સ રમશે

આઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં આજે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

વરસાદ શરૂ થયો તે પહેલાં ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. રોઝ ટેલર 67 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા છે. ટેલરે 73 બોલમાં વનડેની 50મી ફિફટી ફટકારી છે.

વરસાદના લીધે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ અટકી છે. ડક વર્થ લુઈસના નિયમ મુજબ, 2 કલાક સુધી મેચ ચાલુ નહીં થાય તો પણ ભારતને 50 ઓવર્સ રમવા મળશે. જો વરસાદના લીધે આજે મેચ શરૂ ન થાય તો આવતીકાલે ન્યૂઝીલેન્ડની બેટિંગ જ્યાંથી અટકી તે સ્ટેજ ઉપરથી જ શરૂ થશે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી