WIvsIND T20: બોલરો ઝળક્યા, ભારતે પ્રથમ ટી-20માં 4 વિકેટે જીત મેળવી

ભારતે વેસ્ટઈન્ડીઝને 3 મેચોની ટી-20 સીરીઝની પહેલી મેચમાં 4 વિકેટે હરાવ્યું છે. ફ્લોરિડાનાં સેન્ટ્રલ બ્રોવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિમયમાં રમાયેલી આ મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડીઝની ટીમે 20 ઑવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 96 રનનો ટાર્ગેટ આપ્યો.

વેસ્ટઈન્ડીઝ તરફથી સૌથી વધું કીરોન પોલાર્ડે 49 રન બનાવ્યા. ભારત તરફથી ડેબ્યૂ કરનારા નવદીપ સૈનીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. જેના જવાબમાં ભારતીય ટીમે 17.2 ઓવરમાં 6 વિકેટે 98 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

ભારત માટે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રોહિત શર્માએ સર્વાધિક 24 રન કર્યા હતા, જયારે વિરાટ કોહલી અને મનીષ પાંડેએ 19 રન કર્યા હતા. વિકેટ પર બોલ અટકીને આવતો હોવાથી ભારતના બેટ્સમેન નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી