ભારત જુલાઈમાં કોરોના મુક્ત થશે! 102 દિવસના સૌથી ઓછા કેસ

દેશમાં કોરોનાના 40 હજારથી પણ ઓછા કેસ નોંધાયા, 47 દિવસથી રીકવરી રેટ ઉંચો

દેશમાં કોરોનાની બીજી ઘાતક લહેર ઓસરી રહી છે જેના પગલે કોરોના પોઝિટિવ કેસોનો સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળતા લોકોએ રાહત અનુભવી છે. એટલું જ નહી રાહતની વાત એ છે કે, બીજી લહેરમાં પ્રથમ વાર 102 દીવસ બાદ કોરોના મહામારીના દૈનિક કેસ 40000ની પહોંચ્યો છે પરિણામે જો આગામી 15 દીવસોમાં જો કોઈ નવી લહેર ન આવે તો ભારત કોરોના મુક્ત થઈ જશે તેવો સંકેત જોવા મળી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 37566 નવા પોઝીટીવ કેસ અને 997 લોકોના મોત નોંધાયા છે.

બીજી બાજુ કોરોનાની સાજા થયેલા લોકોને સતત 47માં દીવસે દૈનિક કેસની વધી રહી છે અને કુલ 56944 લોકો સ્વસ્થ થયા છે. જો કે ભારતમાં કોરોના કાળ સમાપ્ત થતા કુલ મૃત્યુઆંક 4 લાખને પાર થઈ જશે તેવો સંકેત છે. અત્યાર સુધીમાં 397368 લોકોના મોત નિપજ્યા છે.

જો કે હજુ કેરળ (8063) મહારાષ્ટ્ર (6727) તામિલનાડુ (4804) અને આંધ્રપ્રદેશ (2224) કર્ણાટક (2576) તથા પ.બંગાળ (1836) નવા કેસ છે પણ દિલ્હીમાં સૌથી ઓછા 59 અને ગુજરાતમાં 96 નવા કેસ નોંધાયા છે. આમ આ બન્ને રાજયો થોડા જ દીવસમાં કોરોના મુક્ત થવા ભણી આગળ વધે છે. દેશમાં વેકસીનેશનમાં પણ નવા રેકોર્ડ બની રહ્યા છે અને અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ વેકસીન આપવામાં આવી છે. જો કે વેકસીનની તંગી પણ સર્જાઈ છે.

 16 ,  1