દુશ્મનોની હવે ખેર નથી…! બાઈડેને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો

અમેરિકાના સૌથી અત્યાધુનિક ફાઈટર વિમાનો F-15EX ભારતને મળશે

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને અત્યાધુનિક ફાઈટર જેટ F-15EX ભારતને આપવાની મંજૂરી આપી દીધી છે. આથી હવે ભારતીય વાયુસેનાને જલદી અમેરિકાના સૌથી અત્યાધુનિક ફાઈટર વિમાનો F-15EX મળી શકે છે. 

બોઈંગ ઈન્ટરનેશનલે કરી પુષ્ટિ

બોઈંગ ઈન્ટરનેશનલ સેલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ટનરશીપ્સના ઉપાધ્યક્ષ મારિયા એચ લેને આ વાતને સમર્થન આપ્યું. તેમણે જણાવ્યું કે, ‘ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ચર્ચા થઈ. બંને દેશોની વાયુસેનાઓએ F-16EX અંગે સૂચનાનું આદાન પ્રદાન કર્યું.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘અમેરિકી સરકારે ભારતને F-15EX વિમાન આપવાના અમારા લાઈસન્સ સંબંધિત ભલામણને સ્વીકારી લીધી છે.’ 

આગામી અઠવાડિયે બેંગ્લુરુમાં થશે પ્રદર્શન

બોઈંગે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘આગામી અઠવાડિયે બેંગ્લુરુમાં શરૂ થઈ રહેલા એરો ઈન્ડિયા 2021માં F-15EX વિમાનને પ્રદર્શન કરવામાં આવશે.’ અત્રે જણાવવાનું કે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે કે DRDO તરફથી આયોજિત થઈ રહેલો આ એર શો અમેરિકી બોમ્બવર્ષક વિમાન બી-1 બી લાન્સર પણ દર્શકોનો રોમાંચ વધારશે.

દરેક ઋતુમાં હુમલો કરવા માટે સક્ષમ

રિપોર્ટ મુજબ એફ-15 એક્સ વિમાન એફ-15 (F-15) વિમાનોની સિરીઝનું અપગ્રેડેડ વર્ઝન છે. આ બહુઉદ્દેશીય વિમાન દરેક  ઋતુમાં એટેક કરવામાં સક્ષમ છે. દિવસ હોય કે રાત દરેક સમયે ઉડાણ ભરવામાં અને દુશ્મનોને નિશાન બનાવવાની કોમ્બેટ ક્ષમતાઓથી લેસ છે. 

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર