T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે મેચ નહીં રમે ભારત? જાણો BCCIએ શું આપ્યો જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવાની માંગ ઉઠી

ટી20 વર્લ્ડકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી શરૂ થયો છે જેમાં ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે પરંતુ આ મેચ રમાશે કે નહીં તેને લઈને ખુબ જ ક્રિકેટ રસિયાઓમાં અવઢવ છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં ભારતીય નાગરિકો પર વધેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે, જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી -20 વર્લ્ડ કપની મેચ રદ કરવાની માંગ ઉઠી છે.

ભારત પાકિસ્તાન સાથે મેચ નહીં રમે?
ભારત આ વર્ષે ટી 20 વર્લ્ડ કપ જીતવા અને પાકિસ્તાન સામે પણ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટી -20 વર્લ્ડકપની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે. ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ તમામ પાંચ મેચ જીતી છે, પરંતુ જો આ મેચ રદ કરવામાં આવે તો તે ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખરાબ સ્વપ્ન સાબિત થશે.

BCCI એ આ મોટું અપડેટ બહાર પાડ્યું
BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચને લઈને એક મોટો અપડેટ જારી કર્યો છે. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે ICC ની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે આ હાઇ વોલ્ટેજ મેચ રદ કરી શકાતી નથી. રાજીવ શુક્લાએ ANI સાથે વાત કરતા કહ્યું, ‘અમે જમ્મુ -કાશ્મીરમાં હુમલાની સખત નિંદા કરીએ છીએ. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો સવાલ છે, અમે આઈસીસીની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે રમવાની ના પાડી શકતા નથી.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી