ભારત-વિન્ડીઝ :પ્રથમ ટેસ્ટ ભારતે પ્રથમ વિકેટ ગુમાવી

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફાસ્ટ બોલર્સ અને એક સ્પિનરને રમાડ્યો છે. ટીમમાં રવિન્દ્ર જાડેજાને રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર તરીકે સ્થાન મળ્યું છે. જયારે રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને રમાડવામાં આવ્યો છે. બીજી તરફ વિન્ડીઝની ટીમમાં શમરહ બ્રુક્સ ડેબ્યુ કરી રહ્યો છે.

ભારતે 4.2 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 5 રન કર્યા છે. ચેતેશ્વર પુજારા 0 રને અને લોકેશ રાહુલ 0 રને રમી રહ્યા છે. મયંક અગ્રવાલ 5 રને આઉટ થયો હતો. તે કેમર રોચની બોલિંગમાં કીપર શાઈ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા વિન્ડીઝે રિવ્યુ લઈને મયંકને પેવેલિયન ભેગો કર્યો હતો.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી