એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે બ્રોન્ઝ જીત્યો

ભારતે રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને ધૂળ ચટાડી 4-3થી જીતી મેચ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021ની બ્રોન્જ મેડલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને કચડી નાખીને 4-3થી રોમાંચક જીત નોંધાવી હતી. ભારત છેલ્લી થોડી મિનિટોમાં માત્ર નવ ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. પરંતુ તેણે પોતાની લીડ ગુમાવી ન હતી અને જીત નોંધાવી હતી. જોકે ગત ચેમ્પિયન ભારત આ વખતે ફાઈનલમાં એન્ટ્રી નથી પણ પાકિસ્તાનને હરાવીને બ્રોન્જ મેડલ મેળવ્યો છે.

મેચના પહેલા હાફમાં બંને ટીમની બોલબાલા રહી હતી. આ મેચની ત્રીજી મિનિટમાં જ ભારતીય ટીમે શાનદાર રમત દાખવી પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને 1-0ની લીડ આપાવી હતી.

જોકે પાકિસ્તાને પણ આ ક્વાર્ટરમાં એક ગોલ કરીને એક-એકની બરોબરી કરી લીધી છે. ત્યારબાદ પાકિસ્તાને ફરીથી એક ગોલ કર્યો અને લીડ મેળવી લીધી હતી. જેના જવાબમાં ભારતે થોડા સમયના અંતરે બે ગોલ કરી લીધા હતા. ટીમ ઇન્ડિયાએ 4-2ની લીડ મેળવી લીધી હતી. બાદમાં પાકિસ્તાને વધુ એક હોલ કરીને પોતાના ખાતામાં કુલ ત્રણ ગોલ જોડ્યા હતા. જોકે, મેચ ટાઇમ ખત્મ થવા સુધીમાં તે ત્રણ જ ગોલ કરી શકી હતી. જોકે. તેને હારનો સામનો કરવો પડ્યો છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી