સેના પ્રમુખ નરવાણે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, સુરક્ષાનો મેળવશે તાગ

આતંકીઓ સામે સેના એક્શન મોડમાં

આતંકી દહેશત વચ્ચે સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે જમ્મુ કાશ્મીર ક્ષેત્રની મુલાકાતે છે. ઘાટીમાં સતત બિન-કાશ્મીરીઓને નિશાન બનાવમાં આવી રહ્યા છે, તો બીજી તરફ સેના તેમજ પોલીસ દ્વારા ઘેરાબંધી કરી સર્ચઓપરેશન ચલાવવમાં આવી રહ્યું છે. ત્યારે અંગે સુરક્ષાની સમીક્ષા માટે સેના પ્રમુખ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે.

અટકાવવા માટે સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તે નિયંત્રણ રેખા સાથેના વધુ વિસ્તારોની મુલાકાત લેશે. આ જગ્યા પર સુરક્ષા દળો એક સપ્તાહથી આતંકવાદીઓના જૂથને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં નવ સૈનિકો શહીદ થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સવારે પણ બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો.

સુરક્ષા સમીક્ષા દરમિયાન આર્મી ચીફ રાજૌરી-પૂંછ રોડ પર ભીંબર ગલીની મુલાકાત લેશે. જ્યાં 14 ઓક્ટોબરે આતંકવાદીઓ સાથેની ગોળીબારમાં ચાર સૈનિક શહિદ થઇ ગયા હતા. બંને પક્ષો વચ્ચે પ્રથમ મુઠભેડ 11 ઓક્ટોબરે પૂંછ જિલ્લાના દેહરા ગલી વિસ્તારમાં થઇ હતી. જેમાં એક જેસીઓ સહિત પાંચ સેનાના જવાન શહીદ થયા હતા. છેલ્લા 17 વર્ષમાં આ પ્રદેશમાં આ સૌથી ઘાતક મુઠભેડ હતી. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં સૌથી લાંબી કામગીરી ચાલી રહી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી