કાશ્મીરમાં મોટી ઘૂસણખોરી નિષ્ફળ, ભારતે કહ્યું- એલઓસી પરથી લાશો લઇ જાઓ

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા પછી ભારતીય સેનાએ પાકિસ્તાનની આર્મીને કહ્યું છે કે, તે આ સાત આતંકીઓનાં શબ લઇ જાય. અત્રે જણાવવાનું કે શનિવારે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની બેટ ટીમના 5-7 સભ્યોને ઠાર કર્યા હતાં.

બેટ કમાન્ડોના મૃતદેહો ભારતીય સરહદમાં છે. બંને તરફથી ચાલી રહેલા ફાયરિંગના કારણે મૃતદેહો ત્યાંથી હટાવી શકાયા નથી. આવામાં ભારતે પાકિસ્તાન સામે મૃતદેહો સન્માનપૂર્વક લઈ જવાની રજુઆત કરી છે.

સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, 36 કલાકમાં સેનાએ ‘બેટ’ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી. ઠાર કરાયેલા આતંકીઓમાં પાક. સેનાના સૈનિકોના મૃતદેહ પણ એલઓસી પર પડ્યા છે.

સૈન્ય સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેનાએ એલઓસી પર બોફોર્સ તોપ પણ તૈનાત કરી છે. શનિવારે રાત્રે આશરે 8:15 વાગ્યે પૂંચના મેંઢર સેક્ટરના ગામમાં આવેલી ચોકીઓ પર ગોળીબારી કરી હતી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

છેલ્લા થોડા દિવસોથી કાશ્મીરમાં અફવાઓનું બજાર ગરમ થયું છે. કેન્દ્ર સરકાર તરફથી વધારાના સુરક્ષાબળ મોકલવાના નિર્ણયથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. આતંરરાષ્ટ્રીય સીમા પર બંને તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે.

ભારતીય સૈન્યનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને ભારત તેનો વળતો જવાબ આપી રહ્યું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી