Twitterના નવા CEO બન્યા ભારતીય મૂળના પરાગ અગ્રવાલ

અગ્રવાલની આવક જાણીને તમે ચોંકી જ ઉઠશો…

ભારત સહિત વિશ્વમાં લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરનાં નેતૃત્વમાં સોમવારે મોડી સાંજે મોટું પરિવતન આવ્યું હતું. કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEO પદેથી રાજીનામું આપ્યું. હવે કંપનીના CEO ભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલને બનાવાયા છે.

જૈક ડોર્સીએ ટ્વિટર એકાઉન્ટ પર તેમના રાજીનામાનો પત્ર શેર કર્યો હતો. ડોર્સીએ જણાવ્યું કે મેં સીઈઓ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે કારણ કે કંપની હવે નવા સંસ્થાપકો સાથે આગળ વધવા તૈયાર છે. નવા સીઈઓ પરાગ અગ્રવાલ અંગે તેમણે જણાવ્યું કે મને પરાગ પર પૂરો ભરોસો છે તેઓ 10 વર્ષથી કંપનીમાં શાનદાર કામ કરી રહ્યાં છે. ટ્વિટરે જાહેરાત કરી છે કે ડોર્સી 2022 સુધી ટ્વિટરના બોર્ડના ચાલુ રહેશે.

પરાગ અગ્રવાલ Twitter સાથે 2011માં જોડાયા હતા.આ પહેલા તેઓ યાહૂ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે કામ કરી ચુક્યા હતા. અગ્રવાલ આઈ.આઈ.ટી બોમ્બેના પૂર્વ વિધાર્થી છે.આ સિવાય તેઓએ અમેરિકાની સ્ટેનફોર્ડ યૂનિવર્સીટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં Ph.d.ની ઉપાધી મેળવી છે. એડ્સ એન્જિનીયર તરીકે Twitter સાથે જોડાયેલા અગ્રવાલ ઓક્ટોબર 2017 માં કંપનીના મુખ્ય તકનીકી અધિકારી (CTO) બનાવાયા હતા. તેઓ કંપનીની ટેકનિકલ સ્ટ્રેટેજી બનાવવાનું કામ સંભાળતા આવ્યા છે. પીપલએઆઈના મતાનુસાર,પરાગની કુલ આવક 1.52 મિલિયન ડોલર છે. જે આશરે 11 કરોડ એટલે કે 11,39,92,400 જેટલી થાય છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી