વિકરાળ “વાયુ”થી ડર્યુ ચીન, ભારત પાસે માંગી મદદ…

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં લો પ્રશર સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં 13 તારીખે વાયુ વાવાઝોડું આવવાની સંભાવનાઓ સેવવામાં આવી હતી. આગામી 24 કલાકમાં વાયુ વધુ ઝડપી બનવાની બનશે. વાયુ ગુજરાતના વેરાવળ નજીકના દરિયાકાંઠે અથડાઇ શકે છે. જેને લઇને ભારતના દરિયા કાંઠાના વિસ્તારમાં તેની ગતિ 110થી 135 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતની શરણ લીધી છે. આ જહાજો મહારાષ્ટ3ના રત્નાગિરી બંદર પર લાંગરવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર સુરેશે આ ઘટના અંગે કહ્યું હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે તેમને સુરક્ષાના ઘેરા સાથે રહેવાની મંજૂરી આપી છે.

આ મામલે ગુજરાતના મુખ્ય સચિવ કહ્યું હતું કે, વાયુ વેરાવળની આસપાસ બુધવારે ટકરાઈ શકે છે, જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક અસરથી એક સમીક્ષા બેઠક બોલાવી હતી. વાયુ વાવાઝોડાને લઇને ગુજરાત સરકાર દ્વારા તમામ અધિકારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. તથા NDRF ટીમને પણ કામે લગાડવામાં આવી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી