મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારનો ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’ એ બચાવ્યો જીવ

એક સલામ તટરક્ષકો કે નામ

ભારતીય તટરક્ષક દળનું જહાજ ‘અરિંજય’ 21 સપ્ટેમ્બર 2021ના રોજ તેના નિયમિત નિયુક્તિ પર હતું ત્યારે મદદ માટે પ્રાપ્ત થયેલા રેડિલો કૉલને પ્રતિભાવ આપીને ભારતીય માછીમારી બોટમાંથી ગંભીર રીતે બીમાર દર્દીને બચાવ્યો હતો. અરવિંદ નામનો દર્દી માછીમારીની બોટમાં હતો ત્યારે જ તેના હૃદયના ધબકારા ખૂબ જ ઘટી ગયા હતા અને તે બેભાન થઇ ગયો હોવાથી તેની સ્થિતિ ગંભીર થઇ ગઇ હતી.

જહાજ દ્વારા તાત્કાલિક તેમાં રહેલી મેડિકલ ટીમને માછીમારી બોટમાં મોકવામાં આવી હતી અને ત્યાં દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું જેમને જાણવા મળ્યું હતું. ટીમે સતત સ્થળ પર જ તબીબી સહાયતા આપવાનું ચાલુ રાખ્યું હતું અને વધુ મેડિકલ સહાય માટે અન્ય માછીમારી બોટ દ્વારા તેને જખૌ લઇ જવાની વ્યવસ્થા કરી હતી. દર્દીને આગળની તબીબી સારવાર માટે CHC નલિયા ખાતે મોકલવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી