‘સિક્સર કિંગે’ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ધોનીએ ન પાઠવી શુભકામના

આઈસીસી વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનું બે મેચોમાં શાનદાર પ્રદર્શન રહ્યું. દક્ષિણ આફ્રિકા બાદ ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી. 25 વર્ષ સુધી રમ્યા બાદ ક્રિકેટવિશ્વમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત 37 વર્ષીય ઓલરાઉન્ડર યુવરાજે પત્રકાર પરિષદમાં કરી હતી. આ જાહેરાત કરતા યુવરાજ સિંહ ભાવુક થઇ ગયા હતા. સિક્સર કિંગની સંન્યાસની જાહેરાત બાદ કેપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ. રાહુલ, કેદાર જાધવ, હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શામીએ ટ્વીટર પર યુવરાજ સિંહને શુભકામના આપતી ટ્વીટ કરી હતી. પરંતુ કોચ રવિ શાસ્ત્રીએ પણ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તો પૂર્વ કેપ્ટન અને વિકેટ કિપર મહેન્દ્રસિંહ ધોની, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, વિજય શંકર અને કુલદીપ યાદવે પણ કોઈ શુભકામના પાઠવી ન હતી.

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 અને 2011 વર્લ્ડ કપ પર કબ્જો જમાવ્યો હતો. આ બંને મોટી ટુર્નામેન્ટમાં યુવરાજ સિંહ મેન ઓફ ધી સીરિઝ રહ્યા હતા. મેદાનમાં ધોની અને યુવી વચ્ચે સારા દોસ્તી હતી. પણ મહેન્દ્રસિંહ ધોનીએ ટ્વીટર પર યુવરાજ માટે શુભકામના સંદેશો મોકલ્યો ન હતો. તેમજ યુવરાજ સિંહ અને રવીન્દ્ર જાડેજાએ સાથે ઘણી મેચો રમી છે. મેદાનમાં બંનેનો મજાકિયા અંદાજ પણ જોવા મળ્યો છે. પણ રવીન્દ્ર જાડેજાએ ટ્વીટરના માધ્યમથી કોઈ સંદેશો યુવીને આપ્યો ન હતો. છેલ્લે 7 જૂને તેણે પોતાનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.વિજય શંકર પોતાનો પ્રથમ વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેણે પણ યુવી સાથે ઘણી મેચો રમી છે. તેણે પણ ટ્વીટર પર યુવરાજને શુભકામના પાઠવી ન હતી. છેલ્લે તેણે 9 જૂને વર્લ્ડ કપનો એક વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી