ભારતીય ફૂટબોલ ટીમ એશિયન કપના ત્રીજા રાઉન્ડ માટે ક્વોલિફાય..

ભારતે વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં ગૂ્રપ-ઈમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલો ૧-૧થી ડ્રો થયો હતો. આ સાથે ભારતે વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં ગૂ્રપ-ઈમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે અને એશિયન કપના ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતુ. ભારતને આઠ મેચમા સાત પોઈન્ટસ મળ્યા હતા. જે ગત વર્લ્ડ કપ ક્વોલિફાયર કરતાં ચાર પોઈન્ટ વધુ હતુ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ,દોહાના જાસ્સિમ બિન હમ્માદ સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં બંને ગોલ અફઘાનિ ખેલાડીઓએ જ ફટકાર્યા હતા. અફઘાન ગોલકિપર ઓવાયસ અઝીઝી તેના તરફ આવી રહેલા બોલને આસાનીથી ઝીલી શક્યો નહતો અને તેણે ઑન ગોલ નોંધાવ્યો હતો. જે પછી ૮૨મી મિનિટે હોસૈન ઝમાનીએ ગોલ ફટકારતાં ટીમને બરોબરી અપાવી હતી.

 55 ,  1