અમેરિકી એટર્ની જનરલે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, કહી દીધી આ વાત

અમેરિકી એટર્ની જનરલ વિલિયમ બારે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભારતના ગુનાખોરી ગેંગો અમેરિકામાં વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે અને તેમને પહોંચી વળવા તેમણે સ્ટ્રાઇક ફોર્સ બનાવી છે. તેમણે આ ગેંગોને કૌભાંડોનો સૂતેલો રાક્ષસ ગણાવી છે.

એટર્ની જનરલે આરોપ લગાવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ગેંગ દ્વારા આવક વેરાના બહાને તેઓ વૃદ્ધો અને તેમજ અન્ય લોકોને ધમકાવી નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

વધુમાં બારે કહ્યું કે આ પ્રકારના કૌભાંડ અમેરિકામાં કેન્દ્રિત થઈને વધી રહ્યા છે. ખરેખર તો તે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ગેંગ દ્વારા ચલાવાય છે, જેમાં ઘણા ભારતના છે.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી