ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાળ

બંગાળમાં ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે. તેના કારણે પણ રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે. અહીં એક જૂનિયર્સ ડોક્ટર સાથે મારઝૂડ કર્યા પછી રાજ્યમાં ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે.

મમતા બેનરજીએ આ હડતાળ પાછળ ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. આ દરમિયાન બીજેપીના બંગાળ પ્રભારી કૈલાશ વિજય વર્ગીયએ ટ્વિટ કરીને મમતા પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, તમે જ રાજ્યમાં સ્વાસ્થય મંત્રી છો અને તમારા રાજમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

હવે પશ્ચિમ બંગાળમાં હડતાળ કરી રહેલા જૂનિયર્સ ડોકટરોનો અવાજ હવે સમગ્ર દેશમાં જોવા મળશે. એમ છે કે ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (Indian Medical Association) IMAએ સોમવાર એટલે કે 17 જુને સમગ્ર દેશમાં હડતાળ કરવાનું એલાન કર્યું છે. આ દરમિયાન દેશના વધુ પડતા ડોકટરો હડતાળ પર રહેશે તેવી આશંકા છે.

બીજી બાજુ કોલકત્તા હાઇકોર્ટે પણ ડોક્ટરોની હડતાળમાં દખલ દેવાની મનાઇ કરી છે. કોર્ટે કહ્યું કે અમે ડોક્ટરો સાથે વાત નહીં કરીએ. રાજ્ય સરકાર ડોક્ટરો સાથે વાત કરી મામલો ઉકેલે.

ડોક્ટરોના વિરોધને લઇને ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો કે એક વિશેષ સમુદાયના લોકોએ ડોક્ટરો પર હુમલાને અંજામ આપ્યો હતો અને હુમલો કરાવનારા લોકો ટીએમસીના હતા. પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો માથે પટ્ટી બાંધીને દર્દીઓની સારવાર કરતા નજરે પડ્યા હતા. સાથે જ ડોક્ટરોએ કહ્યું કે અમે આતંકવાદીઓ નથી.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી