ઇન્ડિયન નેવી બનશે વધુ મજબૂત , મળી 6 સબમરીનના નિર્માણની મંજૂરી..

સમુદ્રમાં વધશે ભારતની તાકાત, 6 સબમરીન માટે 50 હજાર કરોડની મળી મંજૂરી

છેલ્લા કેટલાક મહિનાથી પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ અને જમ્મૂ કાશ્મીર તરફથી પાકિસ્તાન તરફથી આવનારી આતંકી ગતિવિધિઓને જોતા ભારત તેમની સેનાની તાકાતને વધારવા કામે લાગ્યું છે.

મળતી માહિતી મુજબ ,ભારત સમુદ્રમાં તેમની તાકાત વધુ મજબુત કરવા જઈ રહ્યું છે.રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ 75-India હેઠળ 6 સબમરીનના નિર્માણને મંજૂરી મળી ગઈ છે. રક્ષાપ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં પ્રોજેક્ટ માટે 50 હજાર કરોડ રુપિયાની મંજૂરી આપવામાં આવી છે.આ બધા જ સબમરીન મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને સ્વદેશી કંપની મઝાગાંવ ડૉક્સ લિમિટેડ અને L&Tને સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે બંન્ને કંપનીઓએ કોઈ એક વિદેશ શિપયાર્ડની સાથે મળી જાણકારી તૈયાર કરશે, ત્યારબાદ બિડ લગાવશે.

ઉલ્લેખનીય છે કે ,સમુદ્રમાં ચીનના દબદબાને જોતા ભારતીય નૌસેનાએ પ્રોજેક્ટ 75-Indiaની શરુઆત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 મોટી સબમરીન બનાવવામાં આવી રહી છે. જે ડીઝલ અને ઈલેકટ્રિક બેસ્ડ હશે. આ સબમરીનની ખાસ વાત એ છે કે આ સ્કૉર્પિયનથી 50 ટકા સુધી મોટી છે.ભારતીય નૌસેના આ બધી જ 6 સબમરીનમાં હેવી-ડ્યૂટી ફાયરપાવરની સુવિધા ઈચ્છે છે. નૌસેના ઈચ્છે છે કે સબમરીન આટલી તાકાતવાર હોય કે જેમાં એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલની સાથે-સાથે 12 લેન્ડ અટેક ક્રૂજ મિસાઈલને પણ લગાવી શકાય.

મહત્વપૂર્ણ છે કે ,ભારતીય નૌસેનાની પાસે હાલના સમયમાં 12 જૂની પારંપારિક હુમલાવારી સબમરીન અને 3 નવી કલવરી શ્રેણીની સબમરીન છે. 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારે 24 ડીઝલ હુમલાવારી સબમરીનને પણ સામેલ કરવા માટે 30 વર્ષીય સબમરીન યોજનાને મંજૂરી મળી હતી. જેમાં અત્યાર સુધીમાં આ પહેલી સબમરીનને ડિસેમ્બર 2017માં 23,652 કરોડ રુપિયાની પરિયોજનાના હિસ્સાના રુપમાં લૉન્ચ કરવામાં આવી હતી.

આમ , આવનારા સમયમાં ભારત માત્ર જમીન પર જ નહિ , પાણીમાં પણ દુશ્મનોને પોતાની તાકાત દેખાડશે .

 44 ,  1