ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં કરશે કરોડોનું રોકાણ….

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને રાજ્ય સરકાર સાથે કર્યા કરાર…

વિકાસને વેગ આપવા માટે અવારનવાર સરકાર દ્વારા પ્રયત્નો થતા હોય છે .આવા જ પ્રયત્નોમાં વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે .સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને આઇઓસીએલ વચ્ચે એમઓયુ થયા હતા. જે અંતર્ગત આઇઓસી દ્વારા ગુજરાતમાં 24 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ ,છેલ્લા સાત વર્ષ થી નરેન્દ્ર મોદીની સરકારમાં પટ્રોલીયમ સહિત સ્ટીલ વિભાગ જોવું છું.નેશનલ સહિત ગ્લોબમાં ગુજરાતમાં મોડલ આગળ છે.વિશ્વમાં ભારત ત્રીજા નંબરની કન્ટ્રી છે.કન્યુઝમરમાં10 દશક પહેલા ગુજરાતે નેચરલ ગેસ ઉત્પાદન શરૂ કર્યું હતું.ગુજરાત ગ્લોબ રેટમાં 2 ટકા હમેશા આગળ રહ્યું છે.હાઇડ્રોજન બસ દિલ્હીમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ.જેનાથી પ્રદુષણ ઘટશે.બરોડા ખાતે હાઇડ્રોલિક ઉત્પાદન કરતી કપની બનશે.

આ ઉપરાંત ,વડોદરા સ્થિત આઇઓસીની રિફાઇનરી સહિત ગુજરાતમાં સ્થિત આઇઓસીના યુનિટનો વ્યાપ વધારવામાં આવશે. આ મામલા અંતર્ગત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, ગુજરાત મોડલની તુલના વિશ્વ કક્ષાએ થાય છે. પેટ્રોલિયમ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. હવે આઇઓસીના યુનિટનો વ્યાપ વધવાથી ગુજરાતમાં રોજગારી પણ વધશે.

રોજગારીને વેગ આપવા માટે આવા પગલાંઓ ખુબ જ સરાહનીય અને જરૂરી છે .

 41 ,  1