ભારતીય પિચ ક્યુરેટર મોહન સિંહનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ખળભળાટ

ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન મેચની તૈયાર કરી હતી પિચ

ટી-20 વર્લ્ડ કપમાં આજે રવિવારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન મેચ રમી રહ્યા હતા તે દરમ્યાન તેના ચીફ પીચ ક્યુરેટર મોહન સિંહનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે. મોહનસિંહના સંદિગ્ધ મોતનું હાલ પુરતું કોઈ ચૌક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે તપાસ શરુ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં હત્યા થઈ હોવાની પોલીસેને આશંકા છે.

હોટલની રુમમાં લાશ મળી આવી
મોહન સિંહે આજની અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચની પિચ તૈયાર કરી હતી. રિપોર્ટ અનુસાર હોટલની રુમમાં મોહનસિંહ મૃતપાય હાલતમાં મળી આવ્યાં હતા જોકે તેમના મોતના કારણનો કોઈ ખુલાસો કરાયો નથી. સ્થાનિક પોલિસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી દીધી છે.

મોહન સિંહ અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમના મુખ્ય ક્યુરેટર હતા. મોહન સિંહ મૂળ પંજાબના હતા.અને ૨૦૦૩ માં યુએઈ શિફ્ટ થયા હતા. લાંબા સમયથી યુએઈમાં રહેતા મોહન સિંહે પંજાબના મોહાલીમાં બીસીસીઆઇના ભૂતપૂર્વ ચીફ ક્યુરેટર દલજીત સિંહ સાથે કામ કર્યું છે.

મોહનસિંહના નિધન પર પૂર્વ ચીફ ક્યુરેટર દલજીત સિંહે જણાવ્યું કે જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે તેઓ ખૂબ આશાસ્પદ હતા. તે ગઢવાલનો રહેવાસી હતો, જે ખૂબ મહેનતુ હતા.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી