શેર બજાર ભારે ઉછાળા સાથે બંધ : સેન્સેક્સ 700 અંક ઉપર, નિફ્ટી 1200ને પાર

જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 700 અંક ઉપર

આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શૅર બજાર ભારે ઉછાળા સાથે બંધ થયું છે. બીએસઈના સેન્સેક્સ 704 અંક ઉપર 42,597ના સ્તર પર અને એનએસઈના નિફ્ટી 197 અંક ઉછળીને 12,461ના સ્તર પર બંધ થયું છે. અમેરિકામાં જો બાઇડન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ આજે ભારતીય બજારોમાં રેલી જોવા મળી હતી.

આજની તેજી બાદ બજારમાં રોકાણકારોને થોડીક મિનિટોમાં બે લાખ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. BSEની લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ સોમવારે બજાર ખુલ્યા બાદ 1,65,45,013.79 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. બીજી તરફ, શુક્રવારે માર્કેટ કેપ 1,63,60,699.17 કરોડ રૂપિયા પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.01 ટકા વધીને 15,560.10 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57 ટકાની મજબૂતીની સાથે 15,304.72 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 704.37 અંક એટલે કે 1.68 ટકાની મજબૂતીની સાથે 42597.43 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 197.50 અંક એટલે કે 1.61 ટકાની વધારાની સાથે 12461 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક, ઑટો, મેટલ, ફાર્મા, આઈટી અને રિયલ્ટી 0.44-3.28 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.74 ટકાના વધારાની સાથે 27,534.10 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક 4.78-5.49 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં સિપ્લા, અદાણી પોર્ટ્સ, મારૂતિ સુઝુકી, આઈટીસી અને ગ્રાસિમ 0.42-3.06 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં વોલ્ટાસ, અદાણી ટ્રાન્સફર, એયુ સ્મૉલ ફાઈનાન્સ, અદાણી ગ્રીન એન્ટરટેનમેન્ટ અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ 4.00-6.37 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ગ્લેનમાર્ક, એનએચપીસી, અબબોટ ઈન્ડિયા, અદાણી પાવર અને ટોરેન્ટ પાવર 1.99-5.88 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં પ્રભાત ડેરી, આઈએસજીઈસી હેવી એન્જીનયર, ગુફિક બાયો, ડોલર ઈન્ડસ્ટ્રીઝ અને ગ્લોબસ સ્પિરિટ્સ 8.80-15.80 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સિગનીટી ટેક, રામક્રિષ્ના ફોર્જ, ક્વિક હિલ ટેક, અંબર એન્ટરપ્રાઈઝ અને ક્યુપિડ 5.19-10.95 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

બજારમાં તેજીનાં કારણો

  • અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થઈ ગયાં છે. એમાં બાઈડનની જીત થઈ છે. એનાથી એશિયાઈ અને અમેરિકન્સ વાયદા બજાર આજે તેજીથી વેપાર કરી રહ્યા છે.
  • બાઈડનની જીતથી ભારતીય કંપનીઓને સકારાત્મક આશા છે. આઈટી કંપનીઓ અને ઘરેલુ સ્થાનિક બજારમાં એમાં સામેલ છે.
  • આ મહિને વિદેશી મૂડીરોકાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે સત્રમાં FIIએ 10 હજાર કરોડથી વધારે રકમના શેર ખરીદ્યા છે.
  • ભારતીય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં વધારે સારાં રહ્યાં છે.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર