Video: જુઓ સિયાચીનમાં કેવી રીતે જીવે છે આપણા સૈનિકો, તાપમાન -60 ડીગ્રી

એક તરફ આખા દેશમા લોકો ભારે ગરમીના કારણે પરેશાન છે. તો બીજી તરફ ભારતનો એક હિસ્સો એવો છે જ્યાં હાલમાં પણ તાપમાન શૂન્યથી ઘણુ નીચુ છે. અહી ખાવા-પીવાની વસ્તુઓ ઠંડીના કારણે જામી જાય છે.

દુનિયાના સૌથી ઊંચા લડાઈ ક્ષેત્ર સિયાચીનમાં ભારતીય સેનાના જવાન માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં પણ તહેનાત છે. જીવનની કપરી પરિસ્થિતીઓમાં ફરજ અદા કરી રહેલા જવાનોનો જમવાનું બનાવતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ હથોડાની મદદથી ઠંડીમાં જામી ગયેલા ઈંડા, શાકભાજી અને જ્યુસના પેકેટને તોડી રહ્યાં છે.

તે સિવાય વીડિયોમાં જોઇ શકાય છે કે સૈન્યના જવાનો એક જ્યૂસનો પેકેટને કાપી રહ્યા છે કારણ કે પેકેટમાં રહેલો જ્યૂસ બરફ બની ચૂક્યો છે. એટલું જ નહી અહીં ઠંડી એટલી છે કે સૈનિકો ઇંડાને તોડવા માટે હથોડીનો ઉપયોગ કરે છે તેમ છતાં ઇંડા તૂટી રહ્યા નથી.

સૈનિકે હસતા હસતા કહ્યું કે, આ સિયાચીન ગ્લેશિયરનું ઈંડુ છે. અહીં રહેવું સરળ નથી, કારણ કે તાપમાન માઈનસ 40 થી માઈનસ 70 ડિગ્રી નીચે પહોંચી જાય છે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર